Breaking
Fri. Jun 13th, 2025

ગુજરાત મા ભારે વરસાદ ની આગાહી

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી6દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. એને લઈને રાજ્યના90ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ , દાહોદ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ , તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર , અમરેલી , અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે
મોગલ ન્યૂઝ મોરબી સાથે અહેવાલ: ખોડાભાઇ પાંચિયા મોરબી

You Missed