મોરબી ન્યુઝ
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ વિવિધ જળ સંસાધનો તેમજ તેમના આસપાસના વિસ્તારમાં સફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મિતાણા ગામે ડેમી ૧, વાંકાનેર તાલુકામાં આવેલા મચ્છુ ડેમ ૧ તેમજ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે પાણીની કેનાલની સાફ સફાઈ હાથ ધરાઈ હતી.મોરબી જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં જળ સંસાધનો તેમજ પાણીના સ્ત્રોતની સાફ સફાઈ કરી સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં વહિવટી તંત્ર અને લોકોના સહયોગ થકી તળાવ-નદીના કાંઠા, ડેમ વિસ્તાર, નહેર-કેનાલ વગેરે જગ્યાઓએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મિતાણા ગામ આવેલા ડેમી-૧ ડેમ અને તેની આજુબાજુ, વાંકાનેર તાલુકામાં આવેલા મચ્છુ ડેમ-૧ અને તેની આજુબાજુ તેમજ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે પાણીની કેનાલ તેમજ આસપાસ વિસ્તારનીની સાફ સફાઈ કરવામાં આવી હતી. સૌએ સાથે મળી આ વિસ્તારમાં ઝાડી-જાંખરા, લીલ, કચરો તેમજ વગેરે ગંદકી દુર કરી આ વિસ્તારોને સ્વચ્છ અને રળિયામણા બનાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ : – મનસુખ ભાઇ પટેલ મોરબી