Read Time:1 Minute, 18 Second
અહેવાલ=ખોડાભાઈ જે પાસીયા
મોરબી ના ધારાસભ્ય કાંતિલાલને ઇન્સ્ટાગ્રામ ઉપર ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
ભાજપના કાર્યકર્તા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ
મોરબી : મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી બિભિત્સ ગાળો આપી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ મોરબીના ભાજપ કાર્યકર્તા દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી- માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી મહેશભાઈ બોરીચા નામના શખ્સ દ્વારા ગર્ભિત ધમકી આપી બેફામ ગાળો આપવામાં આવતા ભાજપના કાર્યકર એવા જયદીપભાઈ મનસુખભાઈ દેત્રોજાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 504 અને 507 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.