મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મોરબી જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.એ.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એન.ભટ્ટ તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની શનાળા પોલીસ ચોકીના ટીમના માણસો દારૂ/જુગાર ની ગે.કા. પ્રવૃતી અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ પ્રવીણસિંહ ઝાલા નાઓને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં. ૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજા ના કબ્જા ભોગવટા વાળા ફ્લેટમાં જુગાર રમતા નીચે મુજબના કુલ – ૯ ઇસમોને રોકડા રૂપીયા – ૩૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે આરોપીઓના નામ :- (૧) ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉધરેજા ઉ.વ.૩ર રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રી જી હાઇટસ બીજા માળ ઘર નં.૨૦૨ મોરબી (૨) મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા ઉવ.૩૨ રહે. મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી (3) મનીષભાઇ લાલજીભાઈ વડસોલા ઉવ.૪૦ રહે, પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી (४) તરૂણભાઇ વલ્લભભાઇ કાવર ઉવ.૩૩ રહે.અવની ચોકડી પાસે હરીદ્વાર એપાર્ટમેન્ટ મોરબી (५) સંજયભાઈ પ્રભુભાઇ સનારીયા ઉવ.૩૭ રહે.અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી (૬) કુલદીપભાઇ ઇશ્વરભાઈ કાસુન્દ્રા ઉવ.૨૮ રહે. દર્પણ સોસાયટી મકાન નં.૧૦૨, રવાપર રોડ મોરબી (७) ધર્મેન્દ્રભાઈ નાથાભાઇ રૈયાણી ઉવ.૪૨ રહે. રાજનગર પંચાસર રોડ મોરબી (૮) ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ ઉઘરેજા ઉવ.૩૪ રહે. ગોકુલ મથુરા મારૂતી નંદન એપાર્ટમેન્ટ ફફ્લેટ નં.૧૦૧, કેનાલ રોડ મોરબી (૯) ભાવેશભાઇ કેશવજીભાઈ ભીમાણી ઉવ.૩૬ રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૩ મોરબી કબ્જે કરેલ મુદામાલ :- રોકડા રૂપીયા -૩૨,૫૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ – પ૨ કી.રૂ.૦૦/- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ :- મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એન.ભટ્ટ તથા પો. હેડ કોન્સ. પ્રવીણસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. જયેશભાઇ ડાંગર તથા ભાવિનભાઈ રતન તથા કલ્પેશભાઇ ઝામકીયા તથા રવીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર: સંજય નંદેસરીયા મોરબી