15 ઓગસ્ટના મોરબી જિલ્લાના હળવદ ખાતે આગમન પાર્ટી પ્લોટ માં યોગ શિબિર નું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી તેમજ ખાસ ફરજ પર ના અધિકારી શ્રી વેદી સાહેબ ની પ્રેરણાથી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબી જિલ્લામાં ઝોન કો-ઓર્ડીનેટર શ્રી વિજયકુમાર શેઠ તેમજ જિલ્લા કોઓર્ડીનેટર શ્રી વાલજીભાઈ ડાભી ના માર્ગદર્શન નીચે હળવદ મધ્યે આગમન પાર્ટી પ્લોટ ખાતે સવારે છ વાગ્યાથી યોગ શિબિર નો પ્રારંભ થયો, ઉપરોક્ત શિબિરમાં હર્ષદભાઈ લોરીયા રોટરી ક્લબ ઓફ હળવદ, અનિલભાઈ માલવાણીયા સરકારી વકીલ, દેથરીયા સાહેબ માજી પ્રમુખ શિક્ષક સંઘ, મહેશભાઈ ભુવા આઈ.ટી.આઈ પ્રિન્સિપાલ, નરભેરામભાઈ પાટીદાર અગ્રણી, રોહિતભાઈ મહેતા ડૉ. વિશ્વ હિન્દુ પરિષદ સભ્ય, ચંદ્રેશભાઇ ગઢીયા વિવિધ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હળવદ થી જયશ્રી દીદી પણ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ શિક્ષકો તેમના સાધકો સાથે ઘણી મોટી સંખ્યા માં ગામના લોકો પણ જોડાયા હતા. કાર્યક્રમ ની શરૂઆત જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી દ્વારા મહેમાનો નું સ્વાગત બાદ દીપ પ્રાગટય કરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને તેના કાર્યો વિશે માહિતી આપેલ કચ્છ ઝોન યોગ કોર્ડીનેટર વિજયભાઈ શેઠ દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો.જેમાં લોકો ને શારીરિક, માનસિક, આધ્યાત્મિક તેમજ સામાજિક રીતે સ્વસ્થ થવા યોગ ની ઉપયોગીતા વિશે જણાવી ને યોગ્ય અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ કોચ પૂજાબેન કાવર દ્વારા યોગીક જોગિંગ કરાવવામાં આવેલ. બ્રહ્માકુમારી જયશ્રી દીદી દ્વારા રાજયોગ ની માહિતી આપી ધ્યાન કરાવવામાં આવ્યું. પધારેલ મહેમાનો ની આભાર વિધિ વિજયભાઈ શેઠ દ્વારા કરી રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. યોગ કોચ પૂજાબેન કાવર અને તેમની યોગ ટીમ દ્વારા યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. શિબિરમાં 600 થી વધારે લોકો , સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની હળવદ તાલુકાની પૂરી ટીમ જેમાં હેતલબેન નાયકપરા, સોનલબેન પટેલ, વંદનાબેન પટેલ, શિલ્પાબેન સાદરીયા, સ્મિતાબેન ભુવા, અલ્કાબેન પટેલ, સંગીતાબેન લો, સંગીતાબેન જાકાસણીયા, માકાસણા હર્ષાબેન, વર્ષાબેન પીપરોતર, પુનમબેન નિમાવત, મિત્તલબેન માલવણીયા, ગૌતમભાઈ ભુવા નો ખુબ જ સહયોગ રહેલ. ✍️રિપોર્ટર સંજય નંદેસરીયા.
Views: 108
Read Time:3 Minute, 53 Second