પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આજરોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એ.વસાવા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. દીપસંગભાઇ કાનજીભાઇ ચૌહાણ ને બાતમી હકીકત મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામ ની સીમ માં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝ ના કારખાના સામે ઇગ્લીશ દારૂ પડેલ છે અને બે ઇસમો ઇગ્લીશ દારૂ વેચાણ કરવા સારૂ પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલા માં ઈગ્લીશ દારૂ ભરે છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો/બિયર સગેવગે કરતા જોવામાં આવતા મજકૂર ઇસમોને પકડી પાડી સદરહું જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ.૧૭૮૪ કિ.રૂ.૭,૫૦,૬૬૦/- તથા બીયરના ૫૦૦ મીલી ટીન નંગ.૧૧૮ કીરૂ ૧૧,૮૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૪ કી.રૂ. ૯૫૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કીરૂ ૮૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮,૬૫,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે આરોપી :- 1. હેમસિંગ નંદાસિંગ રાવત જાતે રાજપુત ઉવ-૨૫ ધંધો-મજુરી રહે. બલાચ ખનીયાજ મહોલ્લા, તા.બદનોર થાના-બદનોર જી.બ્યાવર (રાજસ્થાન ) 2. ચંદ્રસિંગ ડવસિંગ રાવત જાતે રાજપુત ઉવ-૨૪ ધંધો-મજુરી રહે.ખેડલા તા.બદનોર થાના-બદનોર જી.બ્યાવર ( રાજસ્થાન ) કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ.૧૭૮૪ કિ.રૂ.૭,૫૦,૬૬૦ તથા બીયરના ૫૦૦ મીલી ટીન નંગ.૧૧૮ કીરૂ ૧૧,૮૦૦/- તથા મોટર સાયકલ નંગ-૪ કી.રૂ. ૯૫૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કીરૂ ૮૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮,૬૫,૪૬૦/ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- ઇન્ચાર્જ પોલીસ ઇન્સેકટરશ્રી એન.એ.વસાવા તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા તથા એ.એસ.આઇ સબળસિંહ સોલંકી તથા પોલીસ હેડ કોન્સ મહાવીરસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા પુથ્વીરાજસિંહ જાડેજા તથા જીતેનભાઇ ગઢવી તથા દેવશીભાઇ મોરી તથા કુલદીપભાઇ કાનગડ તથા અરવિંદભાઇ મકવાણા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે મોગલ ન્યૂઝ મોરબી અહેવાલ ખોડાભાઇ પાંચિયા
Views: 240
Read Time:4 Minute, 8 Second