તારીખ.૩૦.૦૭.૨૦૨૪ ના ઘડુલી ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુથાર સાહેબ તેમજ મામલતદાર શ્રી ડોડીયા સાહેબ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર સાહેબ દયાપર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી કુલદીપ સિંહ જાડેજા સાહેબ પી.જી.વી.સી એલ.ના નાયબ ઇજનેર રાઠવા સાહેબ સહિત વહીવટી તંત્રના તમામ વિભાગો નો અધિકારી તેમજ કર્મચારી ની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજવામાં આવી હતી શરૂઆત માં પ્રાંત અધિકારી સુથાર સાહેબ નું ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત અધિકારીગણ અને ગ્રામજનો નેં સ્વાગત પ્રવચન અને ગામ વિશે માહિતી આપતા લખપત તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અને ગામના આગેવાન હુસેન ભાઈ રાયમા એ જણાવાયું હતું કે ગામમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સામજીક સદભાવના સાથે એકતા અને ભાઈચારા થી રહે છે તેમજ ગામ બાગાયતી ખેતી માં ગુજરાત માં અગ્રીમ હરોડ માં છે તેવું જણાવી ગામના યુવા આગેવાન સરપંચ પ્રતિનિધિ નીતિન ભાઈ ની આગેવાની માં વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાનું જણાવાયું હતું ગામ ના વડીલ આગેવાન જસવંત ભાઈ પટેલે ગામના સામજીક સમરસતા અને ગામની યુવા પેઢી ના નેતૃત્વ માં ગામ આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું ગ્રામ જનો વતીથી ગામને લગતા મુખ્ય પ્રશ્નો જેમાં ૨૦ વર્ષ અગાઉ ગામમાં વાસ્મો દ્વારા જે પાણી વ્યવસ્થા હતી તે હવે વસ્તી અનુસાર નવી બનાવવાં માટે રજૂઆત કરેલ છે પરંતુ મંજૂરી મળેલ નથી જે મંજૂરી મળે, ગ્રામ માં નાના ધંધાર્થી માટે ગ્રામ હાટ બનાવવા.અગાઉ કલેકટર સાહેબ દ્વારા ગામમાં ટાઉનહોલ બનાવવા ગ્રાન્ટ ફાળવેલ હતી પરંતુ કોરોના ના કારણે રદ થયેલ છે જે નવી ગ્રાન્ટ મંજૂર થાય, ઘડુલી ગામ માં મોટી માલવાહક મીઠા અને લીગનાઇટની ગાડીઓ દ્વારા થતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતને જોઇ તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ઘડુલી પાનધ્રો રોડ ની ખરાબ હાલત ના કારણે એસટી બસો બંધ છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ની મુશ્કેલીના રહી છે જેથી ઝડપી રોડનું કામ થાય, ઘડુલી શિક્ષક ક્વાર્ટર બની ગયેલ હોવા છતાં પાણી તેમજ વીજ કનેક્શન મળેલ નથી, DMF યોજના માં ગામનો સમાવેશ કરવા, માધ્યમિક શાળાનું નવું બિલ્ડિંગની અધુરશો પૂર્ણ કરી મંજૂરી મળે તે સહિત ગામને લગતા પ્રશ્નો નું લેખિત તેમજ મોખીક રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતર માં સાહેબશ્રી દ્વારા લાગતાવળગતા અધિકારીઓ ને સૂચન આપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી તેમજ ગ્રામજનો દ્વારા દબાણ, સીસી.રોડ,ગટર, રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતનાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેનો યોગ્ય ઉકેલ લાવવા સબંધિત તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવો આદેશ આપ્યો હતો ગ્રામજનો ની રજૂઆત અને પ્રશ્નો સાંભળ્યા બાદ અધ્યક્ષસ્થાને થી બોલતા પ્રાંત અધિકારી શ્રી સૂરજ સુથાર સાહેબે ગામની એકતા સમરસતા અને ગામની સામજીક સદભાવના ને બિરદાવી હતી. તેમજ ઘડુલી ગામ જાગૃત ગામ હોઈ તેમજ મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત હોઈ મહિલા સશક્તિકરણ માં પણ ગામ આગળ હોવાનું જણાવી ગામની યુવા નેતૃત્વ અને મહિલાની જાગૃતિ ને બિરદાવી હતું. ઉપરાંત ગામને તમામ સરકારી પેન્શન યોજનામાં કોઈ લાભાર્થી બાકી ના રહે અને NFSA માં પણ યોગ્ય તમામ લાભાર્થીઓનો સમાવેશ થાય તેવી લાગણી વ્યક્ત કરેલ હતી. જેને ગ્રામ પંચાયત દ્વારા સ્વીકારી આગામી દિવસોમાં વિધવા સહાય, વયવંદના, નિરાધાર વૃદ્ધ, પાલક માતા પિતા, કુંવરબાઈનું મામેરું તેમજ NFSA જેવી સરકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા 100 % લાભાર્થી લોકોને મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે. રાત્રી સભામાં ગામના સરપંચ શ્રીમતી નિલમ બેન નીતિન પટેલ ગામના આગેવાનો જશવંતભાઈ પટેલ પૂર્વ સરપંચ નીતિન ભાઈ પટેલ. હુસેનભાઇ રાયમા ઉપસરપંચ હનીફ રાયમા,ગ્રામ પંચાયતના સદસ્યો વનિતા બેન ગોસ્વામી, વનિતા બેન પટેલ, જયશ્રીબેન પટેલ, મુકેશ ત્રિવેદી, બાલિકા પંચાયતની ટીમ, એસ.એમ.સી.ના અધ્યક્ષ ગફુર રાયમા, વસંત ગરવા, શંકર રબારી, કિસાન સંઘના અગ્રણી પરેશ માકાણી, દિલીપ પટેલ ,દીપક પટેલ, રણછોડ ભાઈ પટેલ ,વેપારી અગ્રણી મથુરાદાસ ઠકર ,રમેશ ભાઈ વાગેલા, પ્રિયંક ઠકકર, શાળાના આચાર્ય દિનેશ ભાઈ સોલંકી તલાટી મંત્રી એચ.બી ડાભી આરોગ્ય વિભાગ ના સી. એચ. ઓ જયેશ ભાઈ પરમાર, જીતુ ભાઈ પટેલ સહિત કર્મચારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુજીત સોની તેમજ આભારવિધિ પૂર્વ સરપંચ નીતિન ભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આયોજન વ્યવસ્થા ખુશાલ દરજી અને તરુણ હળપાણી એ સાંભળી હતી મોગલ ન્યૂઝ મોરબી અહેવાલ: ખોડાભાઇ પાંચિયા મોરબી ગુજરાત
Views: 95
Read Time:7 Minute, 3 Second