રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ શ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય , જે અનુસંધાને આજરોજ હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ઈશ્વરનગર ગામે તળાવની પાળ ઉપર જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂ.૧૫,૯૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓના નામ સરનામા:- (૧) ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જાલરીયા જાતે.પટેલ ઉ.વ.૪૮ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી (૨) જગદીશભાઈ માવજીભાઈ ચડાસણીયા જાતે.પટેલ ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી (૩) લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ જાતે.પટેલ ઉ.વ.૫૪ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી (૪) પરસોતમભાઈ મગનભાઇ વિડજા જાતે.પટેલ ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી (૫) કાંતિલાલ કેશવજીભાઈ કાલરીયા જાતે.પટેલ ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી (૬) વિનોદભાઈ કરશનભાઈ રૂપાલા જાતે.પટેલ ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદામાલની વિગત:- ગંજી પતાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂ.૧૫,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ:- શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા તથા આર્મ પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ નાયક તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાવ તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા કમલેશભાઈ રાજુભાઈ પરમાર વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા. મોગલ ન્યૂઝ મોરબી અહેવાલ: ખોડાભાઇ પાંચિયા મોરબી ગુજરાત
Views: 146
Read Time:3 Minute, 25 Second